GIR SOMNATHTALALA
શહેર ભાજપ પ્રમુખની પોલીસે કરી ધરપકડ, નશામાં યુવકોને બેટથી માર મારવાના આરોપ

ગીર સોમનાથના તાલાલાના શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે. ક્રિકેટ રમી રહેલા યુવકો સાથે નશામાં મારામારી કર્યાનો આરોપ છે. હોદ્દાનો રોફ જમાવી યુવકોને બેટથી માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેના પગલે પોલીસે સુનિલ ગંગદેવની ધરપકડ કરી છે.
સુનિલ ગંગદેવના દીકરાને અન્ય યુવક સાથે બબાલ થતાં માથાકૂટ થઈ હતી. ત્યારે ક્રિકેટ રમવાને લઈને થયેલા ઝઘડામાં આરોપીએ યુવકોને ઢોર માર માર્યોનો આરોપ છે. જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે.
આ સમગ્ર મામલાને લઈ શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ સામે રોષ ભભૂક્યો છે. ત્યારે હવે સુનિલ ગંગદેવ સામે ભાજપ કાર્યવાહી કરશે કેમ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. હોદ્દાનો દૂરપયોગ કરી રોફ જમાવા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, સાથો સાથ નશાની હાલકમાં હોવાનો પણ આરોપ છે. ત્યારે આ મામલો વર્તમાનમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.




