WAKANER:વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ‘યોગ શિબિર’નું આયોજન: નિરોગી જીવન માટે નાગરિકોને જોડાવા અનુરોધ

WAKANER:વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ‘યોગ શિબિર’નું આયોજન: નિરોગી જીવન માટે નાગરિકોને જોડાવા અનુરોધ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વાંકાનેરના નગરજનો માટે આવતીકાલે તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દવા વગરનું સ્વાસ્થ્ય’ પ્રાપ્ત કરવાના ઉમદા હેતુથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ સામે આવેલા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શિબિર યોજાશે, જેમાં નિષ્ણાતો દ્વારા આસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે.
આ શિબિરમાં તમામ વયના નાગરિકો નિઃશુલ્ક ભાગ લઈ શકશે. સહભાગી થનાર નગરજનોએ પોતાની સાથે પાણીની બોટલ અને યોગ મેટ (પાથરણું) લાવવાનું રહેશે. આધુનિક જીવનશૈલીમાં યોગ અને ધ્યાન દ્વારા મેદસ્વીતા દૂર કરી સ્વસ્થ જીવન જીવવા માટે વાંકાનેરની જનતાને બહોળી સંખ્યામાં આ શિબિરનો લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








