WAKANER:વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો

WAKANER:વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
વાંકાનેરની 108 ઈમર્જન્સી સર્વિસે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 60 વર્ષના માજી જયા બેન
સામજી ને ઝાડા ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની તબિયત અત્યંત ગમ્ભીર બની ગઈ હતી.તેમના ફેફસા ઓક્સિજન મેન્ટેન કરી ન સકતા હતા તેથી તેમને
સવારે 10:51 કલાકે SDH વાંકાનેરથી સરકારી હોસ્પિટલ થી તાત્કાલિક 108 પર કોલ કરવામાં આવ્યો હતો. ડૉ. રોહન સરની માહિતી મુજબ વૃદ્ધની તબિયત ઝડપથી ખરાબ થતી હતી તેમને જણવ્યું હતું કે આ દાદી ની તબિયત વધુ ખરાબ છે આથી તેમને . 108 મા રીફર કરવામાં આવેલ છે આ દરમિયાન 108 ના ERCP ડૉ. પરમાર સર ના માર્ગદર્શન હેઠળ 108 ટીમ – EMT પ્રવિણભાઈ મેર અને પાઇલટ IVRAJSHINH – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર શરૂ કરી.
માજી ને SDH વાંકાનેરથી રાજકોટ લઈ જતી વખતે તેમની તબિયત ફરી એકવાર બગડતાં ટીમે માર્ગમાં જ અગત્યની સારવાર આપી અને તેમનો જીવ બચાવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે તેમને રાજકોટ PDU સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 ઈમર્જન્સી સેવા માત્ર સમયસરની સેવા જ નહીં પરંતુ પ્રાણદાતા સાબિત થઈ રહી છે.










