WAKANER:વાંકાનેર માત્ર ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને ઢોર માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

WAKANER:વાંકાનેર માત્ર ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને ઢોર માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેર: ઘરકંકાસના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વાંકાનેર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચા બનાવવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર હુમલો કરી તેને ઈજા પહોંચાડી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના મત્રી સોસાયટી વિસ્તારમાં રહેતા જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને તેમના પતિ અશોકભાઈ વચ્ચે ગત ૧૯ માર્ચના રોજ તકરાર થઈ હતી. વિગતો મુજબ:
તકરારનું કારણ: પતિએ ચા બનાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પતિ અશોકભાઈએ પત્નીને બિભત્સ ગાળો આપી હતી.ઝપાઝપી દરમિયાન પતિએ પત્નીને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ભોગ બનનાર જોશનાબેને આ હિંસક વર્તન અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે પતિ અશોકભાઈ ભીખાભાઇ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.ઘટના અંગે વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.









