GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર મચ્છુ નદીના પટ્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 5 શખ્સો ઝડપાયા

 

 

WAKANER:વાંકાનેર મચ્છુ નદીના પટ્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 5 શખ્સો ઝડપાયા

 

​વાંકાનેર: શહેરમાં ગુનાખોરી ડામવા માટે સક્રિય બનેલી વાંકાનેર સિટી પોલીસ ટીમે નદીના પટ્ટમાં ચાલતા એક જુગારધામ પર દરોડો પાડી પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે બે શખ્સો પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.


​​વાંકાનેર સિટી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠા પાછળ, નદીના પટ્ટમાં ઓમ માર્કેટિંગ કારખાના પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપત્તા વડે હાર-જીતનો ‘તીનપત્તી’નો જુગાર રમી રહ્યા છે.​પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા જુગાર રમતા નીચે મુજબના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા:
​સુનીલભાઈ શંકરભાઈ સારલા (ઉ.વ-૨૯, રહે. ખડીપરા)
​સતીષભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.વ-૩ર, રહે. ખડીપરા)
​રાકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ-૨૧, રહે. ખડીપરા)
​વિપુલભાઈ ઠાકરશીભાઈ હીરાણી (ઉ.વ-૪૮, રહે. ભાટીયા સોસાયટી) ​હુશેનભાઈ ઉર્ફે ઓટુ વલીમહમદભાઈ શેખાણી (ઉ.વ-૩૯, રહે. લક્ષ્મીપરા)​પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹ 73,200ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. જોકે, દરોડા દરમિયાન નિકુંજ રમેશભાઈ ડાભી અને સાગર ઉર્ફે હડો કોળી નામના બે આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. વાંકાનેર સિટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12(એ) મુજબ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!