GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો 

 

 

WAKANER:વાંકાનેર પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

 

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય તે અનુસંધાને મોરબી એલસીબી/પેરોલ સ્ક્વોડ ટીમ કાર્યશીલ હોય તે દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા વાકાંનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામનો આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોળ રહે.મોરબી લાતી પ્લોટ તા.જી.મોરબી વાળા નાસતા ફરતા આરોપીને હ્યુમનશોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ હકીકત આધારે મોરબી જીલ્લામાંથી પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!