GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસ ની ઈજવણી કરવામાં આવી

WAKANER:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસ ની ઈજવણી કરવામાં આવી

 

 

પાનેલી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી જેમા આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક માનસીક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વય થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી સમજ આપવા માં આવી હતી. કિશોરીઓને IFA, સેનેટરી પેડ, તેમજ શૈક્ષણિક કીટ, નું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસ ની મજા કરાવી હતી. કાર્યક્રમમાં સીએચઓ ખુશબુબેન પટેલ દ્વારા પર્શનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવેલ હતી. ઉજવણી દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડીયલ એ ખાસ ઉપસ્થિત રહી બાળકો ને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડેલ હતું.


કાર્યક્રમ ને સફળ બનાવવા આશા વર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકી એ જહેમત ઉઠાવી હતી…

Back to top button
error: Content is protected !!