‘હોલી તીર્થંકર્સ : ઇન ધ લાઈટ ઓફ હાર્ટફુલનેસ’ પુસ્તકનું અડાલજમાં વિમોચન, આધ્યાત્મિકતાની નવી દિશા તરફ સૂચક રચના
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશ ડી. પટેલ (દાજી) દ્વારા રચિત આધ્યાત્મિક અને આધ્યાત્મિક-પર્યાવરણીય મુલ્યોથી ભરપૂર પુસ્તક ‘હોલી તીર્થંકર્સ – ઇન ધ લાઈટ ઓફ હાર્ટફુલનેસ’ નું ભવ્ય વિમોચન અડાલજ સ્થિત હાર્ટફુલનેસ ધ્યાન કેન્દ્ર ખાતે યોજાયું હતું.
આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. માલિક, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, ડી.જી.પી. (પ્રીઝન) ડો. કે.એલ.એન. રાવ, મુખ્ય વન સંરક્ષક (સામાજિક વનીકરણ) ડો. કે. રમેશ, પૂર્વ સનદી અધિકારી અને અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, જીતોના પૂર્વ ચેરમેન પ્રકાશ સંઘવી તથા જૈન ધર્મના નિષ્ણાત અને ડોક્ટરેટ પદવીધારક કોર્બેટ ઉપસ્થિત રહ્યા હતા અને સંયુક્ત રીતે પુસ્તકનું વિમોચન કર્યું હતું.
કમલેશ ડી. પટેલ (દાજી)ના આ ગ્રંથમાં જૈન ધર્મના 24 તીર્થંકરોના જીવન પ્રસંગો, સાધનાના પડાવ અને આધ્યાત્મિક ઉન્નતિની યાત્રાને હાર્ટફુલનેસ વિધિની દ્રષ્ટિએ ચિતરવામાં આવ્યા છે. આ પુસ્તક માત્ર જીવન કથાઓનું સંकलન નથી, પણ તેમાં આધ્યાત્મિક થર પર આત્માની ઊંડાણભરી વિચારધારા અને આધુનિક જીવનમાં શાંતિ મેળવવાના માર્ગ બતાવવામાં આવ્યા છે. દાજીએ તીર્થંકરોના જીવનમૂલ્યો અને આધ્યાત્મિક શિખરોને આજે વ્યક્તિગત શાંતિ અને સામૂહિક કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગી બનાવી શકાય તેનું દિશાદર્શન કરાવ્યું છે.
પુસ્તક વિમોચન સમયે હાજર રહેલા વિશિષ્ટ મહેમાનો અને અધ્યાત્મ પ્રેમીઓએ પુસ્તકની ઊંડાણભરી અભિવ્યક્તિની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન જયશ્રીબેન લાલભાઈએ પુસ્તકની સામગ્રી વિશે વિગતે માહિતી આપી અને હાર્ટફુલનેસ પદ્ધતિ તથા તેની વૈશ્વિક પ્રભાવના અંગે ઉપસ્થિતોને સમજ આપી.
આ પ્રસંગે પુનિત લાલભાઈએ અંતિમ ઉદબોધનમાં ઉપસ્થિત મહેમાનો, સ્વયંસેવી કાર્યકર્તાઓ અને હાર્ટફુલનેસ અભ્યાસીઓને આભાર વિધિથી સંબોધ્યા હતા. અડાલજ સ્થિત હાર્ટફુલનેસ ધ્યાન કેન્દ્રની આ વિશિષ્ટ પહેલમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં આધ્યાત્મિક સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ હાર્ટફુલનેસના સંદેશ અને જૈન ધર્મની પરંપરાનું સુમેળરૂપ પ્રસ્તાવનાથઈ રહ્યો હતો, જ્યાં આધ્યાત્મિકતા, પર્યાવરણ, અને આધુનિક જીવનશૈલી વચ્ચે એક અનોખો પુલ બનાવવાનો પ્રયાસ થયો છે.
આ પુસ્તક હવે હાર્ટફુલનેસ સંસ્થાની વિવિધ શાખાઓ તથા ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે, જે આધ્યાત્મિક શોધમાં રહેલા યુવાનો, વિદ્વાનો અને સાધકો માટે માર્ગદર્શક સાબિત થવાની અપેક્ષા રાખી રહી છે.