GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રીને રજૂઆત

MORBI:મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રીને રજૂઆત
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયાએ સંસદભવન-દિલ્હી ખાતે જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલાબેન સીતારામણને રજૂઆત કરી હતી.
જેમાં જણાવાયું હતું કે, ટાઈલ્સના વેચાણ પર લાગતા 18 ટકા જીએસટીમાંથી 5 ટકા કરવા બાબતે પરસોત્તમ રુપાલાએ નાણામંત્રી નિર્મલા સીતારામણને જીએસટી બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજૂઆત કરી હતી. હાલમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે તે બાબતે ધારદાર રજૂઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને ત્વરીત સુચના આપી હતી. હાજર રહેલા સુખદેવકાકા અને શામજીકાકાએ પણ સિરામિકના પ્રાણ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી.






