
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ગેરકાયદેસર જમીન કબજા કેસમાં મોડાસા નામદાર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો,સરકારી ભ્રષ્ટ બાબુઓમાં ફફડાટ
મોડાસાની ન્યાયિક ભૂમિ પર આજે એક ઐતિહાસિક ચુકાદાએ સમાજમાં ન્યાયની જ્યોત પ્રજ્વલિત કરી છે. એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રીએ સિવિલ સૂટ નંબર આરસીએસ/૫૬/૨૦૨૪માં સીપીસી ઓર્ડર ૩૯ રૂલ (૧)(૨) અને કલમ ૧૫૧ હેઠળ ગેરકાયદેસર જમીન કબજા મામલે સખત નિર્ણય લઈને સમાજને કાયદાની તાકાતનો પરિચય કરાવ્યો છે. આ કેસ લીંભોઈ ગ્રામ પંચાયત અને ગામ સાથે જોડાયેલો છે,જેમાં વાદી બાબુભાઈ કોદરભાઈ ચમારે દાવો કર્યો હતો કે તેઓ ૨૯ નવેમ્બર ૧૯૮૯ ના રોજ દાવો કરેલ કે ૮૦ વર્ષથી જમીનના કબજાળ છે.પરંતુ કોર્ટની ઝીણવટભરી તપાસે આ દાવાને ખોટો અને ગેરકાયદેસર ઠેરવ્યો છે.કોર્ટેની તપાસમાં જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર કબજાને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે વાદીએ પ્રતિવાદી નંબર ૧ તલાટી-કમ-મંત્રી, લીંભોઈ અને પ્રતિવાદી નંબર-૨ વહીવટદાર,લીંભોઈ ગ્રામ પંચાયત સાથે મિલીભગત કરી હતી. આ ષડયંત્રને કોર્ટે ન્યાયતંત્રને દિશાભૂલ કરવાની ગંભીર કોશિશ ગણાવી અને તેની સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું.
નામદાર કોર્ટે પાંચ દિવસની ગહન સુનાવણી બાદ કોર્ટે વચગાળાનો મનાઈ હુકમ નામંજૂર કર્યો અને વાદી બાબુભાઈ કોદરભાઈ ચમાર પર રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો. આ ઉપરાંત, પ્રતિવાદી નંબર ૧ અને ૨ની શંકાસ્પદ વર્તણૂકને ધ્યાને લઈ મોડાસાના કલેક્ટર તથા ડીડીઓને તેમની સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. કોર્ટે આ ઘટનાને “લેન્ડ ગ્રેબિંગ”ની શક્યતા તરીકે જોઈ અને વધુ તપાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.





