MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર જામસર ચોકડી નજીક વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
WANKANER:વાંકાનેર જામસર ચોકડી નજીક વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
વાંકાનેરથી આગળ જામસર ચોકડી પાસે જાહેરમાં વર્લીના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક યુવકને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જામસર ચોકડી પાસે જાહેરમાં વર્લીફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતા વાસુદેવભાઇ નભુભાઇ વીંઝવાડીયા ઉવ.૨૦ રહે.ઓળ તા.વાંકાનેરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી વર્લી આકડાના જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૪૩૦/-કબ્જે લઇ આરોપી વિરુદ્દ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.