MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેર વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મીલ પ્લોટ વિસ્તારમાં પહોંચતા જ્યાં નસીબ આધારિત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમતા નરેશભાઈ પ્રેમજીભાઈ બાવળીયા ઉવ.૩૮ રહે.વાંકાનેર મીલ પ્લોટ ચોક ડબલ ચાલી તથા અબ્બાસભાઈ દાઉદભાઈ બાયદાણી ઉવ.૩૫ રહે.વાંકાનેર મીલ પ્લોટ ફારુકી મસ્જીદ પાસેને ઝડપી લેવામાં આવ્યા છે. વાંકાનેર પોલીસે સ્થળ ઉપરથી વર્લીમટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂપિયા ૩,૦૦૦/- સહિતનો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






