GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ તાલુકાની આદિપુર કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા શાળાના 500 બાળકોને પાંવ – ભાજી ખવડાવવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૨૨ જાન્યુઆરી : ગાંધીધામ તાલુકાની શ્રી આદિપુર કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક અને ગાંધીધામ તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ તિવારી સાહેબના ઘરે પૌત્ર આવતા તેની ખુશીમાં તેમને તેમની આદિપુર કન્યા પ્રાથમિક શાળાના 500 બાળકો અને આદિપુર કન્યા શાળા સાથે આદિપુર કુમાર શાળા અને આદિપુર હિન્દી શાળાના એમ 50 ની ઉપર શિક્ષકોને પાંવ-ભાજી ખવરાવી ખુશી વ્યક્ત કરી હતી.આ ખુશીમાં ભાગીદાર થવા બદલ કચ્છ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકારી પ્રમુખ અને ગાંધીધામ તાલુકાના ABRSM ના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા અને મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યાં હતા.. તેમજ શાળાના બાળકો અને શિક્ષકોને ભરપેટ અલ્પાહાર કરાવવા બદલ ગોવિંદભાઈ તિવારી સાહેબનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની પૂરી ટીમ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરી ગોવિંદભાઈ તિવારી સાહેબ જીવનમાં હજી પણ ખુબ પ્રગતિ કરી આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!