બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં પવૅતની ગોદમાં બે શિવલિંગ ધરાવતું હર ગંગેશ્વર મહાદેવનું મંદિર

13 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં પવૅતની ગોદમાં બે શિવલિંગ ધરાવતું હર ગંગેશ્વર મહાદેવનું મંદિર આપણા દેશમાં સનાતન ધર્મ ની સંસ્કૃતિ ના પુરાવા જોવા મળેલ છે જેમાં દેશના તાલિમનાડુ માં બે શિવલિંગ ધરાવતું રામેશ્વર જયોર્તિલિંગ ની સામ્યતા ધરાવતું પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં આવેલું હર ગંગેશ્વર મહાદેવ નું મંદિર જોવા મળે છે.અહી ગામના સીમાડે આવેલા પર્વત ની ગુફામાં આવેલ આ મંદિર ની સ્થાપના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો દ્વારા કરવામાં આવી હોવાની લોકવાયકા છે.અહી ભીમની ગાદી અને પગના નિશાન જોવા મળે છે તેમજ ઋષિમુનિઓએ આ જગ્યા ઉપર તપ કર્યા હોવાનું માનવામાં આવે છે.આ આ મંદિરનો એવો પ્રભાવ છે કે પહેલાં ના જમાનામાં રાજાઓ અહીં શિકાર કરવા માટે આવતા હતા. પરંતુ આ મંદિર ના દૈવી પ્રભાવના કારણે શિકાર કરી શકતા નહોતા.અહી ચોમાસામાં પર્વત ઉપર સ્વયંભુ ત્રિશૂલ ખીલી ઉઠે છે.અહી માતા પાર્વતીના અવશેષો પણ મળી આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન અહીં હોમ-હવન કરવામાં આવે છે. તેમજ અહીં દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોની ભીડ પણ જોવા મળે છે.આસપાસ ના લોકો અહીં પિકનિક મનાવવા આવે છે અને આજુબાજુ ની શાળા ના બાળકો માટે પ્રવાસ ધામ બન્યું છે.આ હર ગંગેશ્વર મહાદેવ નો ગામના ભાવિક ભક્તો થકી જીર્ણોધ્ધાર કરવામાં આવેલ છે. અત્યારે આ શિવધામ પ્રવાસધામ તરીકે ઉભરી રહ્યું છે.આ ધામના મહંત શ્રી રવિન્દ્રગીરી દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે.




