MORBI:મોરબી ટીંબડી ગામના દેવમુરારી પરીવારે દિપાવલી અને નુતન વર્ષની અનોખી રીતે શુભકામના પાઠવી સંદેશો પાઠવ્યો
MORBI:મોરબી ટીંબડી ગામના દેવમુરારી પરીવારે દિપાવલી અને નુતન વર્ષની અનોખી રીતે શુભકામના પાઠવી સંદેશો પાઠવ્યો
મોરબી ટીંબડી ગામે દેવમુરારી પરીવારે ચાય પે ચર્ચા સાથે દિવાળી પર્વની સહ પરિવારે શુભકામના પાઠવી છે જેમાં કોઈ વાર નથી જેને જવામાં ક્યાંય નથી લાગતી વાર હાકલ પડેને હાલતા થાય એ છે એનો મહામંત્ર શુ લાવ્યા હતા શું લઈને જવાના સાથે રહો ને મારા વાલા પાંચ પચીસ મોકલાવવુ મારા વાલા પૈસો મહત્વનો નથી પરીવાર છે જંગ જીતવા પૈસા નહીં પરીવારની જરૂર પડે કહેવાય છેને રાવણને સોનાની નગરી હતી મોટી સેના હતી પરંતુ ભાયું ભેગા નહોતા એટલે કોઈ પણ પરીસ્થિતિને પહોંચી વળવા ભાયુ ભેગા હોવા જરૂરી છે ત્યારે આજકાલના કળીયુગી જમાનામાં સગા બે ભાઈ જિંદગીભર અબોલા રહે અને અંતિમ સમય આવે ત્યારે કાંતો દવાખાને ભેગા થાય કાંતો સ્મશાને આ આજના સમયની હકીકત છે જે સમાજ માટે બોધ લેવા જેવી અને એક થવાના ઉદેશ્ય સાથે અહીં બે લાઈન લખવી પડી કારણ કે નવા વર્ષે નાના માણસોને ભેટ સોગાદો આપી તેઓની દિવાળી સુધરે તેવો લોકો પ્રયાસ કરતા હોય છે પરંતુ દેવમુરારી પરીવારે સમાજને અનોખો સંદેશો પાઠવી નાના મોઢે મોટી વાત કહી દીવાળી પર્વની ઉજવણી કરી આપ સૌને દિપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે અત્રે ઉલ્લેખનીય છેકે દિવાળી જેવા તહેવારો હોય અને પરીવાર વિખુટો પડ્યો હોય એવું આજના યુગમાં ઠેરઠેર જોવા મળે છે ત્યારે ટીંબડી ગામે દેવમુરારી પરીવારની હાકલ પડે ત્યાં ભેગા થાવ જેવો તાલ આજની તારીખે જોવા મળે છે જે સમાજ માટે પ્રેરણારૂપ દાખલો છે પરીવારથી મોટો કોઈ વાર નથી જેમા નથી આવતી કોઈ રજા બારેમાસ પરીવારજનો માટે દ્વાર ખુલ્લા હોય હાકલ પડેને હાલ ભેરૂનો તાલ મેળ હોય એ પરીવાર આજના કળિયુગી જમાનામાં દુર્લભ છે પરંતુ ખોબા જેવડા ટીંબડી ગામે દેવમુરારી પરીવારે સમાજને નાના મોઢે મોટી વાત કહી પરીવારને એક તાંતણે બાંધી રાખ્યો છે તે દેવમુરારી પરીવાર માટે ગૌરવની વાત છે અને સમાજ માટે પ્રેરણારૂપ પરીવાર આજે પણ હળીમળીને રહેતા હોય તેવુ દ્રશ્ય દીવાળી જેવા પાવન પર્વ નિમિત્તે જોવા મળે છે અને ચાય પે ચર્ચા સમયે કેમેરે કંડરાયુ હતું એક કહેવત છેને કે કોઈ પણ પરીસ્થિતિને પહોંચી વળવા ભાયું ભેગા હોવા જોઈએ પછી તે યુધ્ધનુ મેદાન હોય કે કોઈ પ્રસંગ જે કહેવત ને દેવમુરારી પરીવારે સાર્થક કરીને સમાજને નવા વર્ષની શુભેચ્છા સાથે વેરઝેર ભુલી પ્રેમ ભાવ સાથે પરીવાર એક બનીને રહો તેવો સુંદર સંદેશો પાઠવ્યો છે ત્યારે નવા વર્ષની શુભેચ્છા સાથે દેવમુરારી પરીવાર દિપોત્સવના તહેવાર એવા દિપાવલી અને નૂતન વર્ષાભિનંદનની શુભકામના પાઠવીને ભાયું ભેગા હોય તો યુધ્ધના મેદાન પણ નાના પડે આતો પરીવાર છે હળીમળીને રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સાથે રહો તેવી અપેક્ષા સહ આવનારા વર્ષો આપ સૌ માટે મંગલકારી કલ્યાણકારી રહે તેવી શુભેચ્છાઓ સાથે તમારુ પરીવાર હરહંમેશ દિપાવલીની રોશની જેમ ઝળહળતુ રહે એવી ભગવાનને પ્રાર્થના કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો