ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકામાં સરકારે ફાળવેલી આદિવાસીના વિકાસના કામોની ગ્રાન્ટના ધજાગરા,આઝાદીના ૭૫-વર્ષ પછી પણ પાકો રસ્તો બન્યો નથી, ગ્રાન્ટ સગેવગે કરનાર વિરપ્પન કોણ..? 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં સરકારે ફાળવેલી આદિવાસીના વિકાસના કામોની ગ્રાન્ટના ધજાગરા,આઝાદીના ૭૫-વર્ષ પછી પણ પાકો રસ્તો બન્યો નથી, ગ્રાન્ટ સગેવગે કરનાર વિરપ્પન કોણ..?

હાલ વિકાસની વાતો પવન ફૂંકાય તેમ થતી હોય છે પણ જયાં વિકાસ જ નથી પોહ્ચ્યો તેવા વિસ્તારનું શું..? આજે પણ દેશ આઝાદ થયાં પછી પણ કેટલાક એવા વિસ્તાર છે જયાં હજુ રસ્તાના કામો થયાં નથી તેવી વાતો પણ વહેતી થઇ છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ કામોની વાત થાય તેવી નથી કેમ કે તાલુકામાં માત્ર ચા કરતા કીટલીઓ વધારે ગરમ રહે છે જેના કારણે મનફાવે તેમ કામનો વર્ક ઓડૅર ના મળ્યો હોય છતાં કામો થઇ જાય છે તેવી વાતો પણ સામે આવી છે

મેઘરજ તાલુકાના ધાંધીયા અને નવાઘરા ગામની વચ્ચેથી પસાર થતો રસ્તો જે સને-૧૯૫૦ પહેલા મોડાસા જવા માટેનો ગાડા રસ્તો હતો. તે રસ્તો આઝાદીના ૭૫-વર્ષ પછી પણ પાકો રસ્તો બનતો નથી.ત્રણ થી ચાર વાર પાકા રસ્તા માટે ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે શું તે હકીકત છે..? પરંતુ ગ્રાન્ટ આ રસ્તા માટે ફાળવવામાં આવતી નથી. રસ્તાની બંને બાજુના ગામના માણસોને આવવા જવા માટે ચાલીને પણ જઇ શકાતુ નથી.આ રસ્તો મંજુર તો કરવામાં આવે છે.પરંતુ ગ્રાન્ટ કાગળ પર સગેવગે થઇ જાય છે.તેવા આક્ષેપો સાથેનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ અને રસ્તાની દયનિય હાલત ના ફોટો વાયરલ થતા તંત્ર ના પોકાર દાવા ખોટા સાબિત થતા હોય તેવું લાગી રહયું છે સરકારની આદિવાસીની ગ્રાન્ટનો વિકાસ કાગળ પર જ થાય તેવું દેખાઇ રહયું છે.આ જાહેરાત પછી પણ સરકાર શું વિચારે તે પણ પ્રજાને જોવું રહયું. પ્રજાની હાલાકીને સરકાર કયાં જુવે છે. ? જેવા સવાલ સાથેનો લેટર વાયરલ થતા શું આ બાબતે યોગ્ય તપાસ થશે કે નહિ તે જોવાનું રહ્યું. વધુમાં શું આદિવાસીના વિકાસની ગ્રાન્ટો સગેવગે કરનાર વિરપ્પન કોણ..? જેવા અનેક સવાલો ઉભા થયાં છે

Back to top button
error: Content is protected !!