
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો.!! મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10 મે ના રોજ યોજાયેલ કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો
અરવલ્લી જિલ્લામાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી કાર્યક્રમ યોજાયો હોવાની માહિતી જેમાં મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10 મે ના રોજ યોજાયેલ કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો કર્યો છે સાથે ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પ્રેસ પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમ ને લઇ ખુલાસો કર્યો હતો અને પ્રેસ પરિષદ યોજાઈ હતી પ્રેસ પરિષદમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના જિલ્લા પ્રમુખ સહિત કારોબારી સભ્ય હાજર રહ્યા હતા બિનઅધિકૃત રીતે બિનઅધિકૃત કાર્યક્રમ યોજનાર બની બેઠેલાં અધ્યક્ષ ને પ્રદેશ અધ્યક્ષે લીગલ નોટિસ પાઠવી હોવાની માહિતી આપી હતી સાથે પ્રદેશ અધ્યક્ષ જયવંતસિહ જાડેજાએ મહેન્દ્રભાઇ પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા હોવાનું પણ જણાવ્યું હતું મોડાસા ખાતે બિનઅધિકૃત રીતે પ્રદેશ અધ્યક્ષની સંમતિ વિના નેશનલ કોન્ફન્સ કાર્યક્રમ યોજ્યો હતો. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ અનેક ચર્ચાઓ જામી છે આ કાર્યક્રમમાં વિવિધ પ્રતિભાવોને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી,ધારાસભ્યો સહિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.આમ અરવલ્લી જિલ્લામાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી કાર્યક્રમ યોજાયો હોવાની વાતો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે સાથે આ બાબતે કાર્યક્રમ ને લઇ તપાસ થાય તે ખૂબ જરૂરી છે




