GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા ક્વિઝ સ્પર્ધા યોજાઈ

WANKANER:વાંકાનેર તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા ક્વિઝ સ્પર્ધા યોજાઈ

 

 

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક શાળાઓમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા જનવ્યાપી અભિયાન બને અને ઘર ઘર સુધી લોકો સ્વચ્છતા નું મહત્વ સમજતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વધુને વધુ લોકોને સાંકળી નિયમિત અલગ અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ મુખ્યત્વે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળામાં રહેલું બાળક આ વિવિધ બાબતો સમજે તો નાનપણથી જ એક જાગૃત અને સમજદાર નાગરિક બને છે ઉપરાંત તે જાગૃત બની પરિવારને પણ જાગૃત બનાવે છે. જેથી મોરબી માં વાંકાનેર તાલુકાના ગારેડા મહીકા કોઠી જોધપર ગારીયા અને લિંબાળા સહિતના ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ ની થીમ સાથે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે આયોજિત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનવા તથા અન્યને પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!