WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
વઘાસીયા ટોલનાકા નજીકથી ડબલસવારી બાઈકમાં પિતા અને પુત્ર જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક આધેડને ઈજા પહોંચી હતી જયારે પાછળ બેસેલ વૃદ્ધ પિતાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના રહેવાસી કાનજીભાઈ શામજીભાઈ ધરજીયા (ઉ.વ.૪૨) નામના આધેડે ટ્રક જીજે ૧૨ એઝેડ ૧૩૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી કાનજીભાઈ અને તેના પિતા શામજીભાઈ મોહનભાઈ ધરજીયા (ઉ.વ.૭૦) બંને બાઈક લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પરથી જતા હતા જે બાઈક ફરિયાદી કાનજીભાઈ ચલાવતા હતા અને વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના પિતા શામજીભાઈ મોહનભાઈ ધરજીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે