MORBIMORBI CITY / TALUKO

WANKANER:પુસ્તક પરબ વાંકાનેરમાં બાળ સાહિત્યના નવા પુસ્તકોની ખરીદી માટે રોકડ રકમ સ્વરૂપે કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન અર્પણ કરાયું.

WANKANER:પુસ્તક પરબ વાંકાનેરમાં બાળ સાહિત્યના નવા પુસ્તકોની ખરીદી માટે રોકડ રકમ સ્વરૂપે કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન અર્પણ કરાયું.

 

 

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- ૨૦૧૮ થી ચાલી રહ્યું છે. જેનો લાભ સમગ્ર વાંકાનેર તાલુકાના લોકોને મળી રહ્યો છે. તા. ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે યોજાયેલ નિઃશુલ્ક પુસ્તક પરબમાં નવા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે વિવિધ દાતાઓ તરફથી રોકડ રકમ સ્વરૂપે કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન મળ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા સાહેબ તરફથી ૨૫૦૦ રૂપિયા, ડૉક્ટર બાદી સાહેબ તરફથી ૨૫૦૦ રૂપિયા, અમિતભાઈ દેલવાડીયા તરફથી ૨૫૦૦ રૂપિયા તેમજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી તરફથી ૭૫૦૦ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. આમ પુસ્તક પરબ વાંકાનેરને કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન મળેલ છે. આ તમામ રૂપિયા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે પુસ્તક પરબ વાંકાનેરને દાન મળેલ છે. દાન બદલ સર્વદાતાઓનો પુસ્તક પરબની ટીમ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફ્લેઇસ ગ્રેનિટો (Flais Granito)મોરબી તરફથી પુસ્તક પરબની ટીમના તમામ સભ્યોને ટી-શર્ટ ભેટમાં આપેલ છે. આ કાર્ય પુસ્તક પરબની ટીમ જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!