GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના માટેલ નજીક સનપાકૅ ફેક્ટરીમા પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો 

WANKANER:વાંકાનેરના માટેલ નજીક સનપાકૅ ફેક્ટરીમા પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો

 

 

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ સબજેલ હવાલે કરવામાં આવ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સનપાર્ક સીરામીકના લેબર ક્વાર્ટરમાં પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ મારમારીમાં પાવડાના હાથા વડે કપાળ અને ચહેરા ઉપર અસંખ્ય ઘા મારી એક શ્રમિક યુવકની કરપીણ હત્યા નિપજાવી હત્યારો યુવક નાસી ગયો હોય જેને વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.હત્યાના બનાવની ટુક વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સનપાર્ક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બાલાબેહટ ગામના રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી તથા સંદીપ રાજેશભાઇ જોષી મૂળરહે.બાલાબેહટ(યુપી) જેમાં સંદીપ રાજેશભાઇ જોષી આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી પાસે ખર્ચાના પૈસા માંગતા આરોપીએ પોતાની પાસે પૈસા નથી તેમ ના પાડતા જે રૂપીયાની લેતીદેતી બાબતે બન્ને વચ્ચે ઝઘડો મારામારી થતા આરોપીએ સંદીપ રાજેશભાઇ જોષીને હાથપગ વડે મારા મારી કરી પાડી દઇ પાવડાનો હાથો લઇ સંદીપ રાજેશભાઈને મોઢા તથા કપાળ ઉપર ઘણા બધા ઘા મારી મોત નિપજાવી સ્થળ ઉપરથી નાસી ગયો હતો

ત્યારે ઉપરોક્ત હત્યાના બનાવ મામલે મૃતક સંદીપ રાજેશભાઇ જોષીના કુટુંબીક ભાઈ રાહુલભાઇ પુરનલાલ જોષીની ફરિયાદના આધારે હત્યાને અંજામ આપનાર આરોપી રેણુ ઉર્ફે પ્રવીણની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હત્યારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી ઉવ.૨૨ રહે.હાલ સનપાર્ક કારખાનાની લેબર કોલોનીમાં, માટેલ મુળરહે.બાલાબેહટ તા.પાલી જી.લલીતપુર ઉત્તરપ્રદેશ વાળાને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ નામદાર કોર્ટ હવાલે કર્યા બાદ કોર્ટના આદેશથી આરોપીને મોરબી સબજેલ હવાલે સોંપવામા  આવેલ છે.

Back to top button
error: Content is protected !!