હાલોલ:રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ગેસ લીકેજની ઘટના,12 લોકને ઝેરી ગેસ ની અસર,એકનું નીપજ્યુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૯.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં આજે બપોરના બાર વાગ્યા ના સમયગાળા દરમ્યાન કંપનીમાં કોઈ કારણોસર ઝેરી ગેસ લીકેજ થતા અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. કંપની કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી.ગેસની અસરથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય ૧૧, ગેસ ગળતર નો ભોગ બનનાર કંપનીના કામદારોને પ્રાથમિક સારવાર હાલોલ ની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર બનેલી ઘટના ને પગલે કંપની દ્વારા કંપની ખાતે હાઈ એલર્ટ કરવામાં આવતા કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પ્લાન્ટ માંથી બહાર દોડી આવ્યા હતા.બનાવ ના પગલે ગોધરા હાલોલ સહીત ની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.બનાવ અંગે પ્રાથમિક તબક્કે જાણવા મળતી માહિતી મુજબ કંપનીના સી.એફ.સી.પ્લાન્ટમાં રિએક્ટર લીક થયું હોવાનું પ્રાથમિક તારણ હોવાનું જાણવા મળે છે જેમાં એ.એચ.એફ ગેસ લીકેજ થયો હતો.તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે વધુમાં રિએક્ટર માંથી કોલમમાં જતી લાઈનમાં લિકેજ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી આ અંગે તપાસ ચાલુ હોવાનું ફેક્ટરી ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે.જ્યારે રેફ્રિજરેશન ગેસ છે જેમાં છે.એચ.એફ.તેમજ એમ.ડી ના કન્ટેન્ટ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ નું રો મટીરીયલ ઝેરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.જ્યારે આ ઘટના કેવી રીતે બની તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.હાલમાં બનાવને લઈને સંપૂર્ણપણે પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.જોકે કંપનનીના ટેકનિકલ કર્મચારીઓએ ગણતરીના સમયમાં જ ઝેરી ગેસનું લિકેજીંગ બંધ કરી પરિસ્થિતિને કાબુમાં લઇ લીધી હતી.છતાં પણ જે તે પ્લાન્ટ માં કામ કરતા ૧૨,લોકને ઝેરી ગેસ ની અસર થતા તેઓ ને તાત્કાલિક ઘોઘંબા તેમજ હાલોલ ની સરકારી તેમજ ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિ જે કંપનીમાં નિત્ય પૂજા પાઠ કરવા આવતા (પૂજારી) હરેશકુમાર મહિપતલાલ વ્યાસ રહે. કંજરી રોડ,હાલોલ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બનાવ બનતા જિલ્લાનું તેમજ તાલુકાનું વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ તાબડ તોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી.જ્યારે બનાવવાની ગંભીરતાને જોતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જીપીસીબી હાલોલ એકાઈ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી બનાવ સંદર્ભે ઝીણવટ ભરી રીતે તપાસ આરંભી દીધી હોવાનું જાણવા મળે છે.ગેસ ગડતર થી ભોગ બનેલા અને વડોદરા ખાતે રીફર કરવામાં આવેલા ઓની યાદી નિકુંજ સતીષભાઈ મોદી,અપૂર્વ મહંતો,સંજય મહિડા,ચીરનજીવી મહંતી,દિલાવર પઢીયાર,મિલન સરદાર,મયંક,બળવંતસિંહ,રતન કે,અરુણ ગૌતમ,જીગર બારોટ આ તમામને હાલોલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે.જ્યારે બનાવમાં હરેશકુમાર મહિપતલાલ વ્યાસ મંદિરના પૂજારી નું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળે છે. આજ થી પાંચ દિવસ પહેલા યાત્રધામ પાવાગઢ ખાતે માલ વાહક રોપ વે ની બનેલી દૃર્ઘટના છ લોકોના મોત થયા ની ચર્ચાને પૂર્ણવિરામ મુકાયું નથી.ત્યારે આજે બુધવાર ના રોજ ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં આજે કંપનીમાં કોઈ કારણોસર ઝેરી ગેસ લીકેજ નો બનાવ બનતા આ બનાવ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ને બનેલી ઘટના ૧૨, લોકને ઝેરી ગેસ ની ગંભીર અસર થઇ હતી.જેમાં એક વ્યક્તિનો મોત નીપજયુ હતુ. એક જ સપ્તાહમાં અપ્રિય ઘટનાના બે બનાવો દક્ષિણ પંચમહાલમાં બનતા દક્ષિણ પંચમહાલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.બનાવ સંદર્ભે ઘોઘંબા પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જો કે ઘટના બનતા એફએસએલ વડોદરા, ફેક્ટરી ઇન્સ્પેક્ટર ગોધરા તેમજ જીપીસીબી હાલોલ વિભાગ ના અધિકારીઓ ની ટીમ કંપની ખાતે પહોંચી બનાવ સંદર્ભે જીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી આવ્યું છે.આ જ કંપની ખાતે સને ૨૦૨૧, માં રિએક્ટર બ્લાસ્ટ થયો હતો જેમાં ૭, કામદારોના મોત નીપજ હતા.જેમાં ઘણા બધા કામદારો ઇજાગ્રસ્ત પણ થયા હતા જેની રેન્જ આઇ.જી. દ્વારા SIT ની રચના કરી તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.બનાવના પગલે સલામતીના ભાગરૂપે કંપની ની નજીક માં આવેલ શાળા ના વિદ્યાર્થીઓને રજા આપી શાળા ઓ બંધ કરી દેવામાં આવી હતી.જ્યારે આસપાસના સ્થાનિક રહેવાસીઓ ગભરાટના માર્યા બનાવ બન્યા બાદ અન્ય સ્થળોએ સ્થળાંતર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.