WANKANER:વાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતું હતું જ્યાં પોલીસે રેડ કરી ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૫ વાહનો અને રોકડ સહીત કુલ રૂ ૯.૭૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કોટડાનાયાણી ગામે રહેતા પરાક્રમસિંહ હાલુભા જાડેજાની ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ફૈજલ આરીફ ગલેરીયા, ડાડામિયા મહેમદમિયા પીરજાદા, નૈમિષ ધીરેન્દ્રભાઈ માણેક એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૬૮૧૦, પાંચ વાહન કીમત રૂ ૯,૬૫,૦૦૦ અને અલગ અલગ કલરના ટોકન નંગ ૧૭૪ સહીત કુલ રૂ ૯,૭૧,૮૧૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી વિપુલ ઉર્ફે જાંબુ રહે રાજકોટ, જાવીદ મેમણ રહે રાજકોટ ભાવનગર રોડ, ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઇકો કાર વાળા તેમજ વિપુલ ઉર્ફે જાંબુ સાથે આવેલ બે અજાણ્યા ઈસમો એમ પાંચ આરોપીઓ નાસી ગયા હતા જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે