ABADASAGUJARATKHEDA

અબડાસાના મોથાળા અને ધુફી મોટી ખાતે ૦૯ ગેરકાયદેસર દબાણો તોડીને ૧૨૦૦ ચો.મી. સરકારી જમીનને ખુલ્લી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- અબડાસા કચ્છ.

અબડાસા,તા-17 એપ્રિલ  : અબડાસા તાલુકાના મોથાળા અને ધુફી મોટી ગામ ખાતે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભા કરવામાં આવેલા હોટેલ અને ગેરેજ સહિતના દબાણોને દૂર કરવાની કાર્યવાહી મંગળવારના રોજ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને અબડાસા પ્રાંત અધિકારીશ્રી કે.જે.વાઘેલાના સુપરવિઝન હેઠળ મામલતદારશ્રી અને વહીવટીતંત્રની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મોથાળા ગામના સરવે નંબર ૧૦૫૬ ઉપરના વિવિધ ગેરકાયદેસર દબાણો અને ધુફી મોટી ખાતે સરવે નંબર ૩૬૧નું દબાણ એમ કુલ ૦૯ દબાણો દૂર કરીને અંદાજિત રૂ. ૪૦ લાખની ૧૨૦૦ ચો.મી સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ અબડાસા પ્રાંત અધિકારીશ્રી કે.જે.વાઘેલા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!