GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ના રાણેકપરમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના નવા બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ ઉજવાયો.

 

WANKANER:વાંકાનેર ના રાણેકપરમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના નવા બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ ઉજવાયો.

 

 

Oplus_131072

વાંકાનેર તાલુકામાં આવેલ રાણેકપર ગામમાં ઘણા સમયથી દૂધ સહકારી મંડળી કાર્યરત છે. જુનુ બિલ્ડીંગ જર્જરિત હોય નવા બિલ્ડિંગનું મંજુર થયેલ હતું જે થોડા સમય પહેલા નવનિર્મિત થયેલ. જેનું આજે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન RDC બેંકના ડિરેક્ટર તથા પૂર્વ ધારાસભ્યશ્રી મહમદ જાવિદ પીરઝાદા, રાજકોટ જિલ્લા દૂધ સંઘ ડિરેક્ટર અબ્દુલભાઈ, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ તથા ઉપપ્રમુખ નાથાભાઈ, વાકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ શકીલભાઈ પીરઝાદા, રાજકોટ જિલ્લા સહકારી સંઘ સદસ્ય હુસેનભાઇ તથા વાંકાનેર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા યુનુશભાઈ એ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન વધુ દૂધ ભરનાર, વધુ ફેટ મેળવનાર ગ્રાહકોને ભેટ આપી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા રાણેકપરના દૂધ સહકારી મંડળીના પ્રમુખ હુસેનભાઈ શેરસીયા (સરપંચ)તથા મંત્રી વાહિદભાઈ તથા અન્ય સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નિહાળવા ગામ લોકો પહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.કાર્યક્રમના અંતમાં સૌ નાસ્તો કરી છૂટા પડ્યા હતા.

Oplus_131072

Back to top button
error: Content is protected !!