યોગેશ કાનાબાર રાજુલા બા
બાળ કથાકાર શ્રી શ્રેય દાદા જોશી ની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પૂર્ણાહૂતિ
રાજુલાનાં કુંભારિયા ગામે શેલડિયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તાઃ ૨૬ /૭ ૨૦૨૫ને શનિવાર નાં રોજથી શરૂ હતી. આ કથામાં શ્રી શ્રેયદાદા જોષી કથાનું રસપાન કરાવતા હતા . ભગવાન શ્રી કૃષ્ણ ની વિવિધ લીલાઓનું ભાવ સભર વર્ણન કરી સમગ્ર વાતાવરણ ક્રૃષ્ણમય બનાવ્યું હતું .
કથા આકષણનું મુખ્યકેન્દ્ર કથાનાં બાળ વક્તા રહ્યા હતા. માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે આટલી સુંદર કથા સાંભળવા આસપાસ નાં ગ્રામજનો એ લાભ લીધો હતો . ફષ્ણ જન્મોત્સવ , ગોકુળ રાસ લીલા , ગોવર્ધન પ્રસંગ રૂક્ષમણી વિવાહ જેવા વિવિધ પ્રસંગો માં ગ્રામજનો એ ખૂબ જ લ્હાવો લીધો હતો . ગોવર્ધન લીલા અંતર્ગત અન્નફૂટ નો લ્હાવો મહીલા મંડળની બહેનોએ લીધો હતો જ્યારે રૂક્ષમણી વિવાહ માં જાન નો લ્હાવો સાવલિયા પરિવાર દ્વારા ૧૫ ફોર વિલ તથા દેશી ગાડાની વેલ થી માધવરાયની જાન આવેલી .તાઃ ૧/૦૮ ને શુક્રવાર નાં રોજ કથાની પૂર્ણાહૂતિ થઇ હતી.