શ્રી ગોવિંદ ગુરુ યૂનિવર્સિટી ગોધરા ખાતે લાઇબ્રેરિ અને ઇન્ફોર્મેશન સાયન્સના સ્કોલરને પીએચડી પદવી એનાયત
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ ૯ મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન શ્રી એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર ચૌહાણ ઘનશ્યામસિંહ રઘુનાથસિંહના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૌહાણ ઘનશ્યામસિંહ રઘુનાથસિંહ દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન વિદ્યાશાખાના મહાવિદ્યાલયોના અધ્યાપકોમાં સામાજિક માધ્યમો અંગેની જાગૃતતા,ઉપયોગ અને તેનો પ્રભાવ: એક અભ્યાસ મહાનિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ.જીગ્નેશભાઈ મકવાણા પ્રોફેસર, ડીપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી , વલ્લભ વિદ્યાનગર ખાતેથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયન એ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.