WANKANER:વાંકાનેરમાં ખનીજ વિભાગની રેડ! ગેરકાયદે ખનીજ ખનન કરતા એક કરોડના વાહનો જપ્ત!
WANKANER:વાંકાનેરમાં ખનીજ વિભાગની રેડ!
ગેરકાયદે ખનીજ ખનન કરતા એક કરોડના વાહનો જપ્ત!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ ખનીજ ચોરી રોકવા રેડ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ રેડ કરી ગેરકાયદે ખનીજ ખનન કરતા જેસીબી/હિટાચી માચીન સહીત એક કરોડની કિંમતનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ખાણ ખનીજ વિભાગની ટીમે વાંકાનેરના જેતપરડા ગામે તેમજ હસનપર ગામે રેડ કરી હતી. ત્યાં ગેરકાયદે ખનીજ ખોદકામ અને ગેરકાયદે ખનીજ ખનન કામગીરી ચાલતી હોય જેથી ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી બે જેસીબી/હિતાચી મશીન અને ટ્રક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે જેસીબી મશીન નં જીજે ૩૬ એસ ૩૮૪૮ તેમજ ટાટા હિતાચી એક્સકેવેટર મશીન તેમજ એક ડમ્પર જીજે ૧૮ એએક્સ ૮૪૧૮ એમ કુલ એક કરોડની કિમતનો મુદામાલ જપ્ત કરીને શહેર પોલીસ મથકને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહીં એ જણાવી દઈએ કે ખનીજ પરિવહન સાથે જોડાયેલા ડમ્પર સહિતના વાહનોમાં ફરજિયાત જીપીએસ લગાડવાનું હોય છે. ત્યારે આ ડમ્પરમાં જીપીએસ લગાવ્યું છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે.