WANKANER:વાંકાનેર નાં મેસરીયા ગામ નજીક ખાણખનીજ ફ્લાઈંગ સ્ક્વોડે રેતીચોરી કરતા ત્રણ ટ્રક ઝડપીને ખનીજ ચોરી મામલે ૭.૫૦ લાખનો દંડ ફટકાર્યો
WANKANER:વાંકાનેર નાં મેસરીયા ગામ નજીક ખાણખનીજ ફ્લાઈંગ સ્ક્વોડે રેતીચોરી કરતા ત્રણ ટ્રક ઝડપીને ખનીજ ચોરી મામલે ૭.૫૦ લાખનો દંડ ફટકાર્યો
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી દિન પ્રતિદિન વધી રહી છે જે કાંતો તંત્ર ની આંખ માં ધુળ નાખીને કાંતો તંત્ર ની નિષ્ક્રિયતા અને મીઠી નજરથી થઇ રહી છે ત્યારે પોતાની ફરજ દર્શાવવા માટે પણ પ્રયાસો થાય છે આવું
રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોરબી જિલ્લામાં સપાટો બોલાવ્યો તેમાં જોવા મળ્યું છે. રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે
સ્થાનિક ખાણખનીજ વિભાગને ઊંઘતો રાખીને મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મેસરીયા નજીકથી સિલિકા ખનીજ દ્રવ્ય ભરેલા ત્રણ ટ્રક ઝડપી લઇને આ ખનીજ ચોરી બાબતે મામલે દંડનીય કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
રાજકોટ ખાણખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ વિભાગના અધિકારીનાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર નજીક પ્લાન્ટમાં તૈયાર થતી સિલિકા પ્રકારની રેતીની ખનીજ ચોરી થતી હોવાની બાતમીને આધારે દરોડો પાડીને ખનીજ ચોરી કરતા ત્રણ ટ્રક ને ઝડપી લેવામાં આવ્યા હતા અને ખનીજ ચોરી સબબ ત્રણેય ટ્રક ચાલકોને રૂપિયા ૭.૫૦ લાખનો દંડ ફટકારી વસુલાતની કામગીરી હાથ ધરી હતી. અહીં એ વાત જણાવી દઈએ કે આ ખનિજ પરીવહન કરતા ત્રણેય ડમ્પરો માં જીપીએસ સિસ્ટમ લગાવવા માં આવ્યું છે કે નહીં તે તપાસ કરવામાં આવી છે કે નહીં? તેવા સવાલ ઉઠ્યા છે કેમકે ખનીજ પરીવહન માટે ઉપયોગ માં લેવાતા દરેક વાહનો માં જીપીએસ સિસ્ટમ લગાવવું ફરજિયાત છે.