WANKANER:વાંકાનેર પીજીવીસીએલ કચેરીનાં અધિકારીઓ માટે નવો નારો”હમ નહિ સુધરેંગે”
WANKANER:વાંકાનેર પીજીવીસીએલ કચેરીનાં અધિકારીઓ માટે નવો નારો”હમ નહિ સુધરેંગે”
રીપોર્ટ અર્જુનસિંહ વાળા વાંકાનેર
વાંકાનેર PGVCL કચેરીનાં અધિકારીઓની કામગીરી વાંકાનેર તાલુકાના વીજ ગ્રાહકો માટે અભિશાપ રૂપ બની રહી છે. ગ્રાહકોને યોગ્ય સેવા આપવાના બદલે કચેરીઓનો અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ગ્રાહકો સાથે બેવડા ધોરણ રાખી ગ્રાહકોને ધક્કે ચડાવવતા હોય તેવા દ્રશ્યો પીજીવીસીએલ કચેરીમાં જતા નજરે પડે છે.
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વીજ ગ્રાહક ભોરણિયા ગુલામ હુસેન ફતેમામદ એ વીજ કનેક્શન રદ કરાવતા પોતે ભરેલ સિક્યુરિટી ડિપોઝિટનાં નાણાં પાછા મેળવવા માટે છેલ્લા બે વર્ષથી પીજીવીસીએલ કચેરીનાં ધક્કા ખાય રહ્યા છે.પીજીવીસીએલ રૂરલ એકના અધિકારી વચ્ચેથી વીજ કનેક્શન આપી શકે છે,મજા આવે એવા ઘરના નિયમો લગાવી ડોક્યુમેન્ટ માંગી શકે છે.સરકારી પરિપત્રોની અવગણના કરી શકે છે.હેડક્વાર્ટર વિસ્તારમાં રહેવું ગમતું નથી.ડિવિઝન એક્ઝિક્યુટિવ ઈજનેર ને બપોરે ઓફિસમાં આરામ કરવા જોઈએ.ખેડૂતો,નાના વેપારીઓ,રહેણાંક માટે વીજ કનેક્શન મેળવવા માટે અરજી કરનાર ગ્રાહકો ભલે ધક્કા ખાય પણ પીજીવીસીએલ કચેરીનાં અધિકારીઓ ઠાની લીધું છે “હમ નહિ સુધરેંગે”.