વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર મા આવેલ મણીરત્ન કોમ્પલેક્ષ ના વેપારીઓ ગંદકી થી પરેશાન
ગંદકીના કારણે મચ્છરો નો ઉપદ્રવ વેપારીઓ બીમાર પડે તેવી શંકા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર ના હાર્દ સમા ટીબી રોડ ઉપર આવેલ મણી રત્ન કોમ્પલેક્ષ ના બાજુમાં નાખવા મા આવતો લીલો શુકો કચરા ના કારણે દુકાનદારો વેપારીઓ ભારે પરેશાની મા મૂકાયા છે છેલ્લા ઘણા સમય થી ગોવિંદપુરા જૂથ પંચાયત ને કચરો હટાવી લેવા રજૂઆત કરવા મા આવી છે. પરંતુ હજુ સુધી કચરો હટાવી લેવા મા આવ્યો નથી. જેના કારણે હાલ પડેલા વરસાદને કારણે ભારે ગંદકી ફેલાઈ છે. વેપારીઓ બીમાર પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ અંગે અહીંના સ્થાનીક દુકાનદાર તૃષાલ પટેલ તેમજ સંદીપ ભાઈ સહિતના વેપારીઓએ જણાવ્યું હતુકે છેલ્લા કેટલાક સમયથી ગંદકી ની સમસ્યા છે. ગોવિંદપુરા જૂથ પંચાયત ને આ બાબતે લેખીત તેમજ મૌખિક વારંવાર રજૂઆત કરવા મા આવી છે પરંતુ હજુ સુધી પંચાયત દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગંદકી થી ઉદભવેલ મચ્છરો થી ઘણા વેપારીઓ ને દવાખાનું જોયું છે. તો ઘણા બીમાર પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો પંચાયત આ બાબતે કોઈ નિકાલ નહિ લાવે તો વેપારીઓ દ્વારા રેલી ધરણાં નો કાર્યકમો આપતા ખચકાઈ શું નહિ તેવી વેપારીઓ એ ચીમકી ઉચ્ચારી હતી. જોકે પંચાયત આ બાબતે કોઈ નિર્ણય નહીં લે તો અમો ટીડીઓ મામલતદાર તેમજ કલેકટર સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જઈશું એવો આક્રોશ વ્યકત કર્યો હતો.