
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કુણોલ ગામના વિદ્યાર્થીઓને મોડાસા અભ્યાસ અર્થએ જવામાં મુશ્કેલી :નિયમિત બસ સેવા કાર્યરત કરવા માંગ
કુણાલ ગામના વિધાર્થીઓ મોડાસા ખાતે આઈટીઆઈ ,કોલેજ,તેમજ કોમ્પ્યુટરના ક્લાસ તેમજ અભ્યાસ અર્થ એ બસ દ્વારા અપડાઉન કરે છે અને અભ્યાસ અર્થે રોજ બસ દ્વારા અપડાઉન કરીને જતા હોય છે.પરંતુ કેટલીક વાર બસની સુવિધા અચાનક જ બંધ કરી દેવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓને કુણોલ ગામેથી ચાલીને વાવ કંપા ચોકડીએ જવું પડે છે અને ત્યાંથી બસમાં જવું પડતું હોય છે કેટલીક વાર બસ ત્રણ દિવસ એ આવતી હોય છે તો પાંચ દિવસ નથી આવતી તેવી પણ ઘટના બને છે. આ બાબતે મૂળ ગામના વિદ્યાર્થીઓએ મોડાસા બસ મેનેજરની વારંવાર રજૂઆત કરવા છતાં રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેના કારણે કુણોલ ગામમાંથી આવતી સવારે સાત વાગે સાણંદ રેલ્લાવાડા તેમજ આઠ વાગ્યે મોડાસા હિંમતપુર બસ નિયમિત શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ સેવાઈ રહી છે



