MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકામાં જામસર ગામ નજીક મળેલ બિનવારસી લાશની ઓળખ માટે તજવીજ શરૂ

 

WANKANER:વાંકાનેર તાલુકામાં જામસર ગામ નજીક મળેલ બિનવારસી લાશની ઓળખ માટે તજવીજ શરૂ

 

 

જાણકારી મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 02828 220665 અથવા આપેલ અન્ય નંબર પર સંપર્ક કરવો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી ૨૪/૦૬/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭.૩૫ કલાકે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાય છે, તેણે વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે.

માણસના જમણા કાંડા પર ‘MAA’ અને ‘B’ અને ‘JAGNYA’ લખેલું છે. પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશન થી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવેલ હતો. મૃતક પુરૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો કૃપા કરીને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરો.

બાતમી મળતાં વાંકાનેરના પોલીસ સ્ટેશનના નંબર 02828 220665, મોબાઈલ નંબર 76219 58156 અથવા મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 પર સંપર્ક કરવા વાંકાનેર સહાયક પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ. સારડા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!