સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ અન્વયે વિવિધ રમતોની રાજ્યકક્ષાએ શાળાકીય સ્પર્ધાઓ જેમાં અંડર ૧૪, ૧૭, ૧૯, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા આયોજિત રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય અને ભાગ લીધેલ હોય તેવા મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં અને કોઈપણ એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આ યોજના અન્વયે ઓનલાઇન અરજી કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઇટ https://sportsauthority.gujarat.gov.in તેના પર જઈને આગામી તારીખ ૧૭/૦૪/૨૦૨૫ સુધી ભરી શકાશે. ઓનલાઇન અરજી કરતી વખતે મેરીટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે જરુરી કાગળોની નકલ વ્યવસ્થિત રીતે સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ