WANKANER:વાંકાનેરના લુણસરીયા ગામે માલઢોર નહિ બાંધવા બાબતે ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો

WANKANER:વાંકાનેરના લુણસરીયા ગામે માલઢોર નહિ બાંધવા બાબતે ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો
વાંકાનેરના લુણસરીયા ગામની તળાવીયા સીમમાં વાડીના શેઢા પાસે માલઢોર નહિ બાંધવા બાબતે ત્રણ શખ્સોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે
વાંકાનેરના નવા લુણસરીયા ગામે રેહતા ચતુરભાઈ તેજાભાઈ જીજરીયા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ચતુરભાઈ તેજાભાઈ એ આરોપી સોમાભાઈ તેજાભાઈ જીંજરીયા ઓને પોતાની વાડીના શેઢા પાસે માલઢોર નહિ બાંધવા બાબતે કહેતા આરોપી સોમાભાઈને સારું નહિ લાગતા તેના હાથમાં રહેલ લોખંડના ધારિયા વડે ચતુરભાઈને માર મારી ઈજા કરી તેમજ છાતીના ભાગે માર મારી ઈજા કરી તેમજ આરોપી સંજયભાઈ સોમાભાઈ જીંજરીયા એ તેના હાથમાં રહેલ લોખંડના ધારિયા વડે ચતુરભાઈને કાનની બુટ તથા ડોકના ભાગે ઈજા કરી તેમજ આરોપી સોમાભાઈ તેજાભાઈ જીજરીયા, સંજયભાઈ સોમાભાઈ જીંજરીયા અને પાચુંબેન સોમાભાઈ જીંજરીયા ને જેમ ફાવે તેમ ગાળો આપી હથીયાર વડે ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે






