GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૧૫ જગ્યાએ કાળઝાળ ગરમીમાં ઓ.આર.એસ સાથે “પાણીની પરબ” સુવિધા ઉભી કરાઇ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ઉનાળાની તીવ્ર ગરમીના હીટ વેવ થી બચવા અને જાહેર સ્થળે પાણીની  તરસ છીપાવવા માટે નવસારી મહાનગરપાલિકા, વોટરવર્ક્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓ.આર.એસ સાથે , પાણીની પરબ” સુવિધાની વ્યવસ્થા કરવામાં આવતા માનવતાની મહેક પ્રસરાવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા જનહિતની ભાવનાથી આ સેવા ચલાવવામાં આવી રહી છે, જેમાં નાગરિકો અને રાહદારીઓને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય આ સેવાયજ્ઞ અંતર્ગત, નીચેના મુજબનાં  સ્થળોએ પાણીની પરબ ગોઠવવામાં આવી છે.જેમાં 1. નવસારી મહાનગરપાલિકા શાકભાજી મકેિટ પાસે ૨. ટાવર પાસે 3.એસ.ટી.ડેપો ૪. ગ્રીડ રોડ નેશનલ હાઇવે નંબર.૪૮ પાસે ૫. એરુ ચાર રસ્તા ૬. વિજલપોર શિવાજી ચોક ૭. શ્રી વિઠ્ઠલ મંદિર પાસે ૮. વિરાવળ જકાતનાકા પાસે ૯. સ્ટેશન બસ સ્ટોપ પાસે ૧૦. દુધિયા તળાવ વોટરવર્કસ પાસે ૧૧. બાજપાઈ ગાર્ડન, પારસી હોસ્પિટલ સામે ૧૨. જયુબીલી ગાર્ડન, કુવારા ૧૩. ડો.આંબેડકર ગાર્ડન, શ્રી આશાપુરી મંદિર પાસે ૧૪. સિરવાઈ પાર્ક, લુન્સીકુઈ ૧૫. પંડિત દીનદયાળ ચોક, બાગ પાસે મળી હાલે ૧૫ જેટલી જગ્યાએ ઓ.આર.એસ સાથે માટીના માટલામાં શુધ્ધ શીતળ જળ પરબ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા નાગરિકો માટે આરોગ્યપ્રદ અને સુવિધાસભર વાતાવરણ ઊભું કરવા સતત પ્રયત્નશીલ છે. આ સેવાને સફળ બનાવવા નાગરિકોના સહયોગની અપેક્ષા રાખવામાં આવે છે.અમે આશા રાખીએ છીએ કે નાગરિકો આ સેવાનો પૂરો લાભ લેશે અને અન્ય લોકોને પણ ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે.

Back to top button
error: Content is protected !!