GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર ત્રણ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

WANKANER:વાંકાનેર ત્રણ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોસ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીની વાંકાનેર તાલુકા પોલીસે અટક કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ મા દાખલ થયેલ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર રહે.પુરનનગર તા.કોટપુતલી જી.જયપુર (રાજસ્થાન) વાળાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુંન્હામાં નાસતો ફરતો બતાવેલ હોય જેને પોકેટકોપમા સર્ચ કરતા આરોપી પ્રોહીબીશનના ગુન્હામા અમીરગઢ પોસ્ટે જી.બનાસકાંઠામાં અટક કરેલ હોવાનુ પોકેટકોપમા સર્ચ થયેલનુ જણાય આવતા તુરતજ આરોપીનુ ટ્રાંન્સફર વોટ મેળવી આરોપીનો કબ્જો મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ પોકેટકોપ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ મા દાખલ થયેલ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સર્ચ કરી શોધી કાઢાવામા સફળતા મળેલ છે.

Back to top button
error: Content is protected !!