
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગડદ ગામ ખાતે લગ્નનાં આઠ વર્ષ થયા હોવા છતા પણ પતિ દ્વારા અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખવામાં આવ્યો હતો.તેમજ પતિ દ્વારા પત્નીને માનસિક તથા શારીરિક ત્રાસ આપીને હેરાનગતિ કરવામાં આવતી હતી. તેમજ પતિ દ્વારા અવારનવાર પત્નીને જતી રહેવા માટે કહેવામાં આવતુ હતુ. જેથી કંટાળીને આખરે પત્ની પોતાના પિયરમાં રહે છે. ત્યારે પત્નીને આ મામલે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડાંગ જિલ્લાનાં ગડદ ગામ ખાતે રહેતા કિશોરભાઈ તુકારામ ભોયે એ આશરે આઠ વર્ષ અગાઉ વઘઈ તાલુકાનાં ગુંદવહળ ગામ ખાતે રહેતી મનીષાબેન સાથે લગ્ન કર્યા હતા.લગ્નજીવનમાં તેમને સંતાનમાં બે બાળકો પણ છે.શરૂઆતના લગ્નના છ વર્ષો સુધી લગ્નજીવન સારી રીતે ચાલી આવેલ પરંતુ છેલ્લા બે વર્ષથી પતિ કિશોર ભોયે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખવાનાં કારણે પત્નીને અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી મારઝુડ કરતો હતો.જેથી પત્ની મનીષાએ આશરે 8 મહિના અગાઉ મહિલા પોલીસ મથકે આ મામલે લેખિતમાં અરજી કરી હતી. પરંતુ બે બાળકો હોય જેથી તેમનું ભવિષ્ય ન બગડે તે માટે પત્નીએ તે વખતે સમાધાન કરી લીધુ હતુ.ત્યારબાદ ત્રણેક માસ સુધી પતિ કિશોર પત્ની સાથે સારી રીતે રહેતો હતો.પરંતુ ફરી પતિ કિશોરનું અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો.જેના કારણે પતિ ઘરે સુધ્ધા આવતો ન હતો. અને અવારનવાર પત્નીને કહેતો હતો કે,”તું ઘરે જતી રે હું તને રાખવાનો નથી મેં બીજી બૈરી રાખવાનો છું.”તેમજ પત્ની ઘરે બાળકો સાથે એકલી રહેતી હતી જેથી કંટાળીને આખરે પત્ની પોતાના પિયર ગુંદવહળ ગામ ખાતે બાળકો સાથે રહેવા માટે જતી રહી હતી. જે બાદ તેના માતા પિતા તથા બે ભાઈઓ દ્વારા પતિ કિશોર ને ઘણી વાર ફોન કરી સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ પતિ કિશોર તેમની સાથે ફોન પર અપશબ્દ બોલી અપમાનિત કરતો હતો. તેમજ પત્ની બાળકોના ખર્ચા માટે પૈસા માંગતી તો પતિ કિશોર દ્વારા કહેવામાં આવતુ હતુ કે,”તારા ઘરે ખાવા પીવાનું નહિ મળે કે ? એટલે મારા પાસે પૈસા માંગે છે” એમ કહી પત્ની સાથે ઝઘડો કરતો હતો.ત્યારે હાલમાં મનીષાબેન પોતાના પિયરમાં ઓશીયાળુ જીવન જીવી રહ્યા છે. પતિ દ્વારા મારઝુડ કરી તેણીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવેલ હોવાથી મનીષાબેન કંટાળી ગઈ હતી.જેથી કંટાળીને આખરે તેણીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં મહિલા પોલીસની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..




