વડા પે.કેન્દ્ર શાળામા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત “આપણી શાળા આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવ્યો..
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ વડા પે.કેન્દ્ર શાળામા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત "આપણી શાળા આપણું સ્વાભિમાન" અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ
વડા પે.કેન્દ્ર શાળામા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત “આપણી શાળા આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવ્યો..
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ વડા પે.કેન્દ્ર શાળામા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત “આપણી શાળા આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, કાંકરેજ રાષ્ટ્રીય શૈક્ષિક પ્રમુખ વિજુભા સોલંકી,જિલ્લા શૈક્ષિક સંઘ ઉપાધ્યક્ષ સુરક્ષાબેન, કાંકરેજ શૈક્ષિક મહાસંઘના મંત્રી નરેશભાઈ ચૌધરી,કાંકરેજ તાલુકા શૈક્ષિક સંઘના સહમંત્રી વનરાજસિંહ વાઘેલા,વડા પે. સેન્ટર શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી, ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રા. શાળાના શિક્ષક શૈલેષભાઈ દેવ, સરપંચ મોબતસિંહ વાઘેલા સહીત ગામલોકો અને શાળાના બાળકોની ઉપસ્થિતમાં તા.૦૧/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ સવારે પ્રાર્થના સભામાં યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. શાળા ની વિધાર્થીનીઓ એ સ્વાગત ગીત દ્વારા જયારે સ્ટાફ પરિવારે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સન્માન કરી આચાર્ય એ શાળાના ઈતિહાસ સ્થાપના અને તાજેતરમાં જ શાળાને સક્ષમ શાળા એવોર્ડ પ્રાપ્ત કર્યો એ બાબતે અવગત કર્યા હતા. શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામીનું રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ટીમ દ્વારા સક્ષમ શાળા બનાવવા માટેનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડીને સન્માન બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કીર્તિસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે આપણી શાળા આપણું તીર્થ છે આપણું સ્વાભિમાન છે રાષ્ટ્ર નિર્માણનો આધાર છે.ભારતસિંહ ભટેસરિયા એ શિક્ષણ વિશે સમાજમાં જાગૃતિ આવે એવા એમના વિચારો રજુ કર્યા અને હજી પણ શિક્ષકોમાં રાષ્ટ્રનિર્માણ માટેની વિચારધારાના વર્ગો થાય એવી આશા વ્યકત કરી હતી. અંતે શૈક્ષિક સંઘના પ્રમુખ વિજુભા સોલંકી દ્વારા સંકલ્પપત્ર નું વાચન કરી દરેક બાળકો અને મહેમાનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.આભારવિધિ કરી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530