GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:જોખમી બાઇક સ્ટંટ કરનાર વાંકાનેરના યુવકને ટ્રાફિક પોલીસે પકડી લઈ કાયદાનું ભાન કરાવ્યું

WANKANER:જોખમી બાઇક સ્ટંટ કરનાર વાંકાનેરના યુવકને ટ્રાફિક પોલીસે પકડી લઈ કાયદાનું ભાન કરાવ્યું

 

 

મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ કાર્યરત હોય તે દરમિયાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક બાઇક ઉપર જોખમી સ્ટંટ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જીલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ છાસીયા દ્વારા કડક સૂચના કરવામાં આવી હતી.

મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વીસનાલા થી ઢુવા ઓવરબ્રીજ વચ્ચે પોતાનું બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી સર્પાકારે ચલાવી બાઇક ઉપર જોખમી સ્ટંટ કરી પોતાની તથા રાહદારીની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે ચલાવતો હોવાનો એક વિડીયો વાયરલ થયેલ હોય જે બાઇક રજી.નં. જીજે-૧૩-એમએમ-૯૭૯૪ના ચાલકને જીલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. જેથી આરોપી ઇમરાનભાઇ ગુલામભાઇ સામતાણી ઉવ.૧૯ રહે.મીલ પ્લોટ ચોક શેરી નં-૦૪ વાંકાનેરવાળાની ઉપરોક્ત બાઇક સાથે અટક કરી સઘન પુછપરછ કરતા પોતે ગુનાની કબુલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!