JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

કોલેરાનો જામનગરમાં મુકામ-વધુ વિસ્તારો ઝપટમાં

 

*જામનગર શહેરમાં કોલેરા રોગગ્રસ્ત વિસ્તારો માટે જાહેરનામું બહાર પડાયું*

*જામનગર (નયના દવે)

મ્યુનિસિપલ કમિશનરશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરની કચેરી તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના કિસાન ચોક, મકરાણીપાાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળિયા નાકા બહાર જામનગર નીલકંઠ આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલ છે.

કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે જાહેરનામું બહાર પાડવાનું જરૂરી જણાય છે. તેથી એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ- 2 પ્રમાણે મળેલ અધિકારની રૂઈએ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.કે.પંડયા, જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

અત્રે જણાવેલ પરિશિષ્ટ- 1 મુજબના વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર અને પરિશિષ્ટ- 2 માં જણાવેલા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. ૫રિશિષ્ટ- 1 માં જામનગરના નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રના કિસાન ચોક, મકરાણીપાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળિયા નાકા બહારનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૫રિશિષ્ટ- 2 માં જામનગરના નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રના કિસાન ચોક, મકરાણીપાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળિયા નાકા બહારના વિસ્તારની આસપાસનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

એપેડેમીક ડીસીઝ એકટ- 1897 ની કલમ- 3 હેઠળ પરિશિષ્ટ- 1 અને પરિશિષ્ટ- 2 માં જણાવેલા વિસ્તાર માટે નાયબ કમિશ્નરશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારીશ્રી તરીકે નિયુકત કરવામાં આવે છે. તેમજ તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવે છે. ઉક્ત જાહેરનામાની લગત વિસ્તારના લોકોને જાણ થાય તે રીતે તેની બહોળી રીતે પ્રસિદ્ધિ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મહાનગરપાલિકાએ કરાવવાની રહેશે.

*000000*

Back to top button
error: Content is protected !!