MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવૅસન સેવા કેન્દ્રમાં રહેતા નેત્રહીન યુવક ગુમ

MORBI:મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવૅસન સેવા કેન્દ્રમાં રહેતા નેત્રહીન યુવક ગુમ

 

 

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેતા વિનોદભાઈ વામજા ગત તારીખ 16 ઓક્ટોબર ને બુધવારના રોજ કામ અર્થે નીકળ્યા હતા ત્યારબાદ તેઓ પરત ફર્યા નથી.

સંસ્થામાં રહેતા 35 વર્ષીય નેત્રહિન વિનોદભાઈ વામજા 16 ઓક્ટોબરે સવારે 6-20 કલાકે પોતાની કંપની અજંતા ઓર્પેટમાં કામ કરવા માટે નીકળ્યા હતા પરંતુ તેઓ કંપની પર પહોંચ્યા ન હતા. જેથી સાથે કામ કરતાં નેત્રહિન કામદારોએ તેમના પત્ની અલ્પાબેનને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ અલ્પાબેને સંસ્થાને જાણ કરતાં સંસ્થા દ્વારા વિનોદભાઈની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહતો. વિનોદભાઈ વામજા સંપૂર્ણ રીતે નેત્રહિન છે. તેથી જો કોઈ વ્યક્તિને વિનોદભાઈ વિશે માહિતી મળે તો મો.નં. 9429978930 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!