MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જમીન – મકાન લે-વેચ કરતા યુવાનની હત્યા પાછળનું શું છે રહસ્ય? જુઓ પોલીસની પ્રાથમિક વિગતો.

MORBI:મોરબી જમીન – મકાન લે-વેચ કરતા યુવાનની હત્યા પાછળનું શું છે રહસ્ય? જુઓ પોલીસની પ્રાથમિક વિગતો.

 

​મોરબીના પીપળી રોડ પરથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. ગુમ થયેલ યુવાનની હત્યા કરી, પુરાવા નાબૂદ કરવા માટે લાશને સળગાવી દાટી દઈ અને તેની ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે પોલીસે મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરી છે.

હાલ પોલીસે મોરબી ના પીપળી રોડ પરના કારખાનામાં તાજમહમદની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવ્યો હતો. ત્યારબાદ તેને જમીનમાં દાટી દઈ, કોઈને શંકા ન જાય તે માટે તેની પર પાકું ધાબું (સિમેન્ટનું ફ્લોરિંગ) પણ કરી દીધું હતું.મૃતદેહ બહાર કાઢી સ્થળ પર જ પી એમ અને એફ એસ એલ ની ટીમ સાથે તપાસ કરી મૃતદેહ સળગાવી નાખેલ હોવાથી ખાલી ધડ નો ભાગ જ પોલીસને મળ્યો બાકી ભાગ બળીને ખાખ થયો પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી આરોપીઓને કડક સજા અને સરઘસ ના નીકળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મિયાણા સમાજે કર્યો ઇનકાર પોલીસે સ્થળ પર પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં જમીન દલાલ તાજમામદ કરીમભાઈ ભટ્ટીની હત્યા કેસમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મોરબી ડીવાયએસપી જે.એમ. આલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જમીનની લે-વેચ અને પૈસાની લેતી-દેતીમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

ડીવાયએસપી આલે વધુમાં જણાવ્યું હતું કે, ગત 19 તારીખના રોજ તાજમામદભાઈ અને બાલાભાઈ થોભણભાઈ લાલબાગ પાસે જમીન જોવા ગયા હતા, ત્યારથી જ તેઓ ગુમ હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, જમીનના દસ્તાવેજ મામલે બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી.

હાલ પોલીસ દ્વારા આ કેસમાં કેટલા અને કયા કયા આરોપીઓ સંડોવાયેલા છે, કયા હથિયારો અને વાહનોનો ઉપયોગ થયો હતો, તે તમામ દિશામાં પીઆઈ પરમાર દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, જે જગ્યાએ લાશ દાટવામાં આવી હતી તે સ્થળની માલિકી કોની છે. તેના ડોક્યુમેન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાં ગણતરીના દિવસોમાં જ હત્યાના બે મોટા બનાવો બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. શું ગુનેગારોમાં કાયદાનો ડર માત્ર નામ પૂરતો રહી ગયો છે? તેવા ગંભીર સવાલો અત્યારે પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે.

 

Back to top button
error: Content is protected !!