HALVADMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

Halvad:ખેડૂતો ની મુશ્કેલી કોણ સમજી શકે છે? ખાખરેચી સહિત હળવદમાંથી પાવરગ્રીડ ની લાઈન નાખતી કંપનીને પ્રવેશબંધીના ગામે ગામ ખેડૂતોએ બેનર લગાવ્યા!

Halvad:ખેડૂતો ની મુશ્કેલી કોણ સમજી શકે છે? ખાખરેચી સહિત હળવદમાંથી પાવરગ્રીડ ની લાઈન નાખતી કંપનીને પ્રવેશબંધીના ગામે ગામ ખેડૂતોએ બેનર લગાવ્યા!

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

Oplus_131072

અમદાવાદ-લાકડીયા વીજલાઈન મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) અને હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે. વીજ લાઈન માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી, વેજલપર અને ઘાંટીલા સહિતના ગામના ખેતરોમાંથી પસાર થાય છે.છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે. ખાખરેચી ગામના મિલનભાઈ કૈલા નામના ખેડૂતનું કહેવું છે કે, પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે. અમદાવાદ-લાકડીયા વીજલાઈન મામલે ખેડૂતોમાં ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે. માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશિંગુ ફૂક્યું ખેતરમાં પ્રવેશ કરવો નહીં! તેવા ઠેર-ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે. હળવદ તાલુકામાં પણ આવા બેનરો લગાવવામાં આવ્યા હોવાનું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું.ઓછા વળતર અંગે ખેડૂતોએ અવાર નવાર રજૂઆતો કરી છે અને આંદોલન પણ કર્યું છે છતાં પણ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર જ ખેતરમાં ઘુસી જઈ પાકનો સોંથ વાળી રહ્યા છે. જેના કારણે માળિયા (મિયાણા) તાલુકા નાં અને હળવદ તાલુકાના ગામમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવ્યા છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!