MORBI:મોરબીનાં આમરણ ગામ પાસે ગૌચરની જમીનમાં થઈ રહેલી બેફામ ખનીજ ચોરી! કોની મહેરબાની થી થઇ રહી છે ખનીજ ચોરી?
MORBI:મોરબીનાં આમરણ ગામ પાસે ગૌચરની જમીનમાં થઈ રહેલી બેફામ ખનીજ ચોરી! કોની મહેરબાની થી થઇ રહી છે ખનીજ ચોરી?
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
રેડ કરવામાં આવે તો સરકારને લાખો રૂપિયાનો દંડનીય રકમની આવક થાય!
મોરબી જિલ્લામાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીને કોઈ અધિકારી રોકતું નથી અને જે કામગીરી થાય છે તે માત્ર ને માત્ર ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે. બાકી જેમની જવાબદારી નામદાર હાઇકોર્ટે નક્કી કરી છે તેવા મહેસુલ વિભાગના કે પોલીસ તંત્રના એક પણ અધિકારી ખનીજ ચોરી રોકી રહ્યા નથી ત્યારે મોરબી તાલુકાનાં આમરણ ગામે ગૌચરની જમીનમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે જે છેલ્લા આઠ દિવસથી પાંચ છ જેસીબી મશીન અને ૧૦થી૧૨ ડમ્પરો દિવસ રાત ખનીજ ચોરીમાં રોકાયેલા છે. જેમાં કેટલાક ડમ્પર હતો નંબર પ્લેટ વગરના છે. આ ખનીજ દ્રવ્ય જ્યાં નાખવામાં આવી રહ્યું છે ત્યાં ૩૦ થી ૪૦ ફૂટ ઉંચી પાજ દૂર દૂરથી દેખાય છે પણ ખનીજ ચોરી રોકવાની જેમની જવાબદારી છે તેમને આ દેખાતું નથી. ગૌચરની જમીન જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ પંચાયત વિભાગની છે. જ્યારે ખનીજ ચોરી રાખવાની જવાબદારી તાલુકા લેવલે મામલતદાર અને તાલુકા પોલીસ અધિકારી તેમજ જિલ્લા લેવલે જિલ્લા કલેક્ટર અને તેમનો સ્ટાફ , પોલીસ અધિક્ષક અને તેમના સ્ટાફ, ખાણ ખનીજ વિભાગ સહિતની જવાબદારી છે પરંતુ આ ખનીજ ચોરી બહુ ઓછા પ્રમાણમાં પકડવામાં આવે છે અને તે પણ ખાણ ખનીજ ખાતા દ્વારા. ત્યારે આમરણ પાસે ગૌચરની જમીન બચાવવા માટે જે ખનીજ ચોરી થઈ રહી છે તે અટકાવવા દરેક વિભાગના અધિકારીઓએ સંકલન કરીને સંયુક્ત રીતે રેડ કરવામાં આવે તો સરકારને દંડનીય રકમની લાખો રૂપિયાની આવક મળી શકે તેમ છે. પરંતુ કોણ જાણે કોણે ખીસ્સા ગરમ કરી લીધા? કોણે મલાઈ તારવી લીધી? કે આઠ-આઠ દિવસથી ખનીજ ચોરી થઈ રહી છે તેને કોઈ અટકાવતું નથી અને સરકારને થનારી આવકનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે. ત્યારે આમરણ પાસે ગૌચરની જમીન બચાવવા તેમાં થતું ખ..ન..ન.. રોકવા માટે જાગૃત નાગરિકે કલેકટરને લેખિત રજૂઆત કરી છે.