વિજાપુર સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર N.Q.A.S દ્વારા મૂલ્યાંકન કરાયા બાદ સર્ટિફાઇડ કરાયું
સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર ની 12 જેટલી સેવાઓ ને 90.05 % મળ્યા
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સંઘપુર આયુષમાન આરોગ્ય મંદિર, પ્રા.આ.કેન્દ્ર વજાપુર ખાતે ડો રોહિત શોકીન અને ડો પ્રીતિ શર્મા દ્વારા આરોગ્ય મંદિર ની વિવિધ આરોગ્ય સેવાઓનું તા 15-07-2025 ના રોજ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત આયુષ્માન સંકુલની NQAS ની દિલ્હી ની ટીમે 12 સર્વિસ સેવાઓના મૂલ્યાંકન કરી જેને 90.05 ટકા માર્ક આપ્યા હતા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ને સર્ટિફાઇડ કરાયુંહતુ જેનું પ્રમાણિત સટીફિકેટ જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મહેસાણા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ માર્ગદર્શન હેઠળ આપેલ સેવાઓ પ્રદાન કરવા બદલ મળ્યું છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર સંઘપુર.ના આરોગ્ય ને NQAS દિલ્હી દ્વારા પ્રમાણ પત્ર એનાયત કરાયું હતુ.