GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા હદમાં વિશીપરા વિસ્તારમાં નવી પાણી પુરવઠા યોજનાનું કામ ચાલુ કરવામાં આવ્યું.

MORBI:મોરબી મહાનગરપાલિકા હદમાં વિશીપરા વિસ્તારમાં નવી પાણી પુરવઠા યોજનાનું કામ ચાલુ કરવામાં આવ્યું.

 

 

મોરબી મહાનગરપાલિકા હદમાં વિશીપરા વિસ્તારમાં પીવાના પાણીની અનિયમિતતા તેમજ દુષિત પાણીની ફરિયાદ બહોળા પ્રમાણમાં આવતી હતી અને આ પીવાના પાણીની લાઈન જૂની જર્જરિત હાલતમાં હોય તેવું જાણવા મળેલ હતું. જે અંગે મોરબી મહાનગરપાલિકા દ્વારા લગત વિસ્તારનો વિગતવાર સર્વે કરાવીને તેના પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકારશ્રી માંથી ૯.૩5 કરોડની સૈધાંતિક મંજુરી મળેલ હતી.

વિશીપરામાં વિસ્તારમાં વસ્તી વધારાના કારણે પાછળના વિસ્તારોમાં પાણી પહોંચાળવામાં જરૂરિયાત કરતા વધારે કલાકો નો સમય લાગતો, કેટલીક જગ્યાએ પૂરતા પ્રેસર થી પાણી ન મળતું અને રહેવાસીઓને નિયમિત રીતે પાણી ન મળે તેવી અનેક ફરિયાદો પ્રાપ્ત થતી હતી. આ પરિસ્થિતિને સુધારવા તથા વિસ્તારમાં પાણી પુરવઠાની કાર્યક્ષમતા વધારવા આ મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ રહી છે.

યોજનાનો મુખ્ય હેતુ:સમગ્ર વિશીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવું વધતી વસ્તી અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉદભવે તે માટે નેટવર્ક ઉભું કરવું.જૂના DI/PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવું જુદી જુદી વ્યાસની DI પાઈપલાઈન નું નેટવર્ક નાખવામાં આવશે.પાણીના સ્ત્રોતથી ઘર સુધી લીકેજ ઘટાડીને કાર્યક્ષમતા વધારવી.

યોજનાની મુખ્ય વિશેષતાઓ:વિશીપરા વિસ્તારમાં ટોટલ હાઉસહોલ્ડ્સ કનેક્શન (૨૦૨૧) : ૪૧૦૩ વર્ષ 2056 સુધી પુરતું અને સારી કવાલીટી વાળું પાણી મળી રહશે.નવી નાખવામાં આવતી DI પાઈપલાઈન :૩૫,૩૧૧ મીટર

વાલ્વ સીસ્ટમ સ્થાપિત કરવી.સદર કામથી લગત વિસ્તારમાં પીવાના પાણીની લાઈનનું કામ હાલમાં કાર્યરત હોય અને જેના કારણે લગત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું કાયમી પણે નિકાલ થશે અને તે વિસ્તારનું સુખદમય નિવારણ લાવીશું. લગત વિસ્તારના ફોટોગ્રાફ્સ આ સાથે સામેલ છે.

Back to top button
error: Content is protected !!