WAKANER:વાંકાનેર સિરામીક ફેક્ટરીમાં ચાલીને જતા શ્રમિકનું લોડરની હડફેટે મોત નિપજ્યું
WAKANER:વાંકાનેર સિરામીક ફેક્ટરીમાં ચાલીને જતા શ્રમિકનું લોડરની હડફેટે મોત નિપજ્યું
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી મોટો ઇટાલીનો સિરામીક ફેક્ટરીના માટીખાતા વિભાગમાં કામ દરમિયાન રિવર્સ આવતા લોડરની હડફેટે ચાલીને જતા શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થયું છે. લોડર ચાલકે ગફલતભરી રીતે પાછળ જોયા વગર વાહન ચલાવતા મજૂર હડફેટે ચઢી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકની પત્નીની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે લોડર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલી માહિતી અનુસાર, સાવિત્રીબેન રાજુલાલ નાયક ઉવ.૨૯ રહે. મોટો ઇટાલીનો સિરામીક સરતાનપર રોડ તા. વાંકાનેર મૂળ બાપચ્યા તા. સિતામઉં જી. મંદસૌર, મધ્યપ્રદેશ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી કે, તેમના પતિ મોટો ઇટાલીનો સિરામીકના માટીખાતા વિભાગમાં મજૂરીનું કામ કરતા હતા. તા. ૧૭ ઓક્ટોબરના રોજ રાત્રે માટીખાતામાં ચાલીને જતા હોય તે દરમિયાન લોડર રજી. નં. જીજે-૩૬-એસ-૩૪૭૨ના ચાલકે પોતાના હવાલાવાળા લોડરને પાછળ જોયા વિના ગફલતભરી રીતે રિવર્સમાં ચલાવી દીધું હતું. આ દરમિયાન ચાલીને જઈ રહેલ સવિત્રીબેનના પતિ રાજુલાલને હડફેટે લઈ પછાડી દેતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી લોડર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.