BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારનો વિરોધ, ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન,કોંગ્રેસે પણ આપ્યો જવાબ

સમીર પટેલ, ભરૂચ

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતાં રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.આ મામલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપર માર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જોકે, પોલીસ તંત્રએ ઘટના સ્થળે જ ત્વરિત હસ્તક્ષેપ કરીને પૂતળા દહન કરતાં પહેલે જ પૂતળા કબજે કરી લીધા હતા અને કાર્યકરોને શાંતિપૂર્ણ રીતે વિસર્જિત કર્યા હતા. વિરોધ પ્રદર્શન પહેલા પૂતળા દહનના આયોજનને લઇને પોલીસે એલર્ટ થઈને કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજી તરફ વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, “2027માં ભાજપની સત્તા જઈ રહી હોય એનું સાફ સંકેત છે. એમને ખબર પડી ગઈ છે કે જનતાનો વિશ્વાસ હવે ભાજપમાંથી ઊંડો જઈ રહ્યો છે. તેથી તેઓ આવી નીચ સ્તરની રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો માટે આ પ્રકારની હરકતો કોઈ મહત્વ નથી ધરાવતી.જ્યારે પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે પણ વિરોધ દર્શાવી ભાજપ આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરશે તે બિલકુલ સાખી નહી લેવાય તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!