MORBI:મોરબીના આલાપ સાયન્ટિફિક રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત

MORBI:મોરબીના આલાપ સાયન્ટિફિક રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત
મોરબી શહેરના વોર્ડ નંબર 13 માં આવતા અત્યંત મહત્વના એવા આલાપ સાયન્ટિફિક મેઈન રોડના નવીનીકરણ અને ભવિષ્યના ટાઉન પ્લાનિંગને ધ્યાને રાખી મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ પટેલ (ઝાલરીયા) દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
અજયભાઈ પટેલે લોકહિત અને શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે નીચે મુજબના મહત્વના મુદ્દાઓ તરફ તંત્રનું ગંભીર ધ્યાન દોર્યું છે:અતિક્રમણ અને ગેરકાયદેસર પાર્કિંગનો નિકાલ વર્ધમાન રેસીડેન્સી થી વિદ્યુત સ્મશાન સુધીના આલાપ સાયન્ટિફિક મેઈન રોડ પર હાલ જે ગેરકાયદેસર દબાણો અને અવેધ પાર્કિંગ છે, તેને રોડનું નવું કામ શરૂ થાય તે પહેલાં જ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે જેથી પરિવહન સુગમ બને. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ‘વિઝન-૨૦૩૦’
આ રોડ ભવિષ્યમાં શક્ત સનાળાથી રવાપર અને ત્યાંથી સાયન્ટિફિક થઈ જિલ્લા સેવાસદન મારફતે સામા કાંઠે નેશનલ હાઈવે ત્રાજપર ચોકડીને જોડે તેમ હોવાથી, તેને ટાઉન પ્લાનિંગ (TP) માં મુખ્ય માર્ગ તરીકે વિકસાવવો જોઈએ. આ કનેક્ટિવિટીથી મોરબીની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
૩. પ્રી-રોડ ડેવલપમેન્ટ (ગટર અને બોક્સ કેનાલ)
નવો રોડ બનાવ્યા પછી ફરીથી તોડવો ન પડે તે માટે ‘માઈક્રો અંડર કટીંગ કનેક્ટિંગ’ કામગીરી પહેલાથી જ પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે નાલા અને ગટરની બોક્સ કેનાલનું કામ રોડ બનતા પહેલા પૂર્ણ કરવા માંગ કરી છે જેથી ચોમાસામાં સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય.ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા આ માર્ગ પર મોરબીનું મુખ્ય સ્મશાન (અંત્યષ્ઠી કેન્દ્ર) આવેલું છે, જ્યાંથી સતત અંતિમયાત્રાઓ પસાર થાય છે. સનાતન ધર્મની સામાજિક અને સાંસ્કૃતિક લાગણીઓ જળવાય તે હેતુથી, આ મેઈન રોડ ટચ આવતી કોઈપણ કોર્નર શોપ પર ‘નોનવેજ’ કે માંસ-મટનના વેચાણ કેન્દ્રો ઊભા ન થાય તેવી કડક અમલવારી કરવા રજૂઆતમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.









